Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

પ્રયોગશાળા

      આજ રોજ તા : 28-2-2026 ને શનિવાર નો રોજ તેલાવ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી  જેમાં તેલાવ પ્રાથમિક શાળા ના બાળવૈજ્ઞાનિક ઘ્વારા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા સાણંદ તાલુકાની તેલાવ પ્રાથમિક શાળામાં શનિવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષક હેતલબેન જે મોદી તથા દિલીપભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ અને પ્રયોગો રજૂ કર્યા હતા. આ પ્રદર્શન નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ વિકસાવવી, વિચાર શક્તિ વધારવાનો અને નવીનતા માટે પ્રેરણા પૂરી પાડવાનો રહ્યો હતો  
શાળાના ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા તથા બાળકો દ્વારા જાગૃતિ માટે નાટક અને ડાન્સ કરવામાં આવ્યા હતા
   કાર્યક્રમ દરમિયાન આચાર્યશ્રી વિજયકુમાર પટેલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા. આ રીતે ખૂબ જ આનંદ દાયી શનિવાર રહ્યો હતો

 























  



પ્રયોગશાળા