Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ભાષાદીપ

           ભાષાનો દીપ જલતો રહે
જયારે વાંચીએ છીએ ત્યારે –
૧. માત્ર છાપેલા/લખેલા શબ્દો/વાક્યો/અક્ષરોઉકેલીએ છીએ ?
૨. જે ઉકેલીએ તે જ અર્થો આપણા મગજમાં બને છે ?
૩. લખનારે જે ઉદેશ્યથી લખ્યું હોય એ ઉદેશ્ય આપણે શોધી કાઢીએ છીએ ?
૪. છાપેલા/લખેલા શબ્દો પૈકી બધા શબ્દોના અર્થ આપણે તારવીએ છીએ ?
૫. ક્યારે અટકીને એક-એક શબ્દ છૂટોપાડીએ છીએ ને ક્યારે આખા ફકરા પર માત્ર નજર કરીએ છીએ ?
આ પ્રશ્નો વિષે વિચારશો તો યાદ આવશે કે આ બધા સિવાય પણ એમાં કૈક ઉમેરાય છે અને તે છે તે લખાણ વિશેના આપણા પૂર્વાનુંભવો.
          આ અગાઉ બાયોસ્કોપમાં “અરે ભાઈ કહેના ક્યા ચાહતે હો? લેખમાં આપણે સમજણપૂર્વક વાંચવું એટલે શું તેના ઉદાહરણો જોયા હતા. અને હવે આપણી પાસે ભાષાદીપપણ છે.
ભાષાદીપની શરૂઆત કરી ત્યારે શાળાને અત્યાર સુધી જૂથ અને જોડી કાર્ય નિયમિત કરાવવાનો ફાયદો શું છે તેનો પણ અહેસાસ થયો. પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃતિઓમાં કામ એસાઈન કરવામાં આવતું. તેમાં કાર્ય શરૂ થતા પહેલા શું કરવાનું છે ? કેવી રીતે કરશો? જેવા પ્રશ્નો વડે ચોક્કસ કરી લેવાતું કે તેઓ એ સમય મર્યાદામાં પુસ્તકમાં કહ્યું છે તે મુજબ કાર્ય કરે.
           ભાષાદીપે એ મર્યાદા પણ હટાવી દીધી. દરેક ધોરણમાં એક જ વખત સમજાવ્યું કે વર્ગની શરૂઆત જુથકાર્યથી જ થશે. શિક્ષક માત્ર એક જ સુચનાઆપશે, “પ્રવૃત્તિ ૭, પાન નંબર ૧૭, સાડા પાંચ મિનીટ.” (કારણકે “બે મિનીટ, પાંચ મિનીટ, દસ મિનીટ જેવા “સમય દર્શાવતા શબ્દો” તેમના અંગેનાસમયસુચકતાનામાપદંડો ગુમાવી ચુક્યા છે.)
         સમય પૂરો થયા પછી દરેક જૂથમાંથી શાંતિલાલ વડે અપાયેલા સંકેતો મુજબ એક એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ પોતાનું જુથકાર્ય રજુ કરે. તેમાં બીજા જૂથ અસહમત થાય તો દરેક જૂથમાંથી એક એક વ્યક્તિ એક નવું જૂથ બનાવી, પોતાના જુથે એ ઉકેલ કેમ આપેલો તેની ચર્ચા કરે અને કોઈ એક ઉકેલ પર સહમતી સાધે. (અને આ ચર્ચા એ તેમના શીખવાની ઉત્તમ તક સાબિત થઇ રહી છે.)
          પ્રવૃત્તિ જો વ્યક્તિગત હોય અને ગૃહકાર્યમાં આપી હોય ત્યારે પરસ્પર કોને શું લખ્યું છે તે વાંચી જઈ, પોતાના જૂથમાંથી કોણ રજુ કરશે તે નક્કી કરે. (ફરી,અહિયાં તેમણે પસંદ કરેલું શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ હોય તે નહિ, પણ તેમનામાં ભેદ પારખવાનો જે ગુણ વિકસે તે મહત્વનો છે.)
        આ બધામાં શિક્ષક તરીકે આપણે શું કરવાનું ? એક શબ્દમાં કહેવું હોય તોએ શબ્દ છે – “જલસા” વર્ગમાં ફરીએ, તેમની વાતો સાંભળીએ, એમની વાતોનાવડામાં વચ્ચે વચ્ચે આપણી વાતનાભજીયાંમુકીએ, અને જે જુથમાં ચર્ચા સળગે નહિ ત્યાં આડા તેડા સવાલ કરી ભડકો કરીએ.
તેઓ રજુ કરતા હોય ત્યારે ભૂલ સુધારવાનાં કામ કરવાને બદલે બીજા ઉદાહરણો આપીએ. તેમણે રચેલાવાક્યોને વર્ગના સંદર્ભમાં મૂકી રમૂજ કરીએ.
આ બધું વર્ગમાં થતું રહે અને તેમની અને આપણી ભાષાનો દીપ જલતો રહે તેવી શુભેચ્છા અને આ દીપમાં તેલ પૂરવા બીજું શું કરીએ તે જાણવાની કોમેન્ટમાં અપેક્ષા ! 
રીની કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયા મુજબ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓમાં વાંચન અર્થગ્રહણ કૈાશલ્ય વિકાસ માટે ધો-૩ થી ધો-૮માં વાંચન અભિયાન ગત તા.૧૧મીથી શરૃ કરાયુ છે. આ અંગે જીસીઈઆરટી તા.૯ના રોજ ટેલિફોન્ફરન્સમાં માધ્યમથી શિક્ષકો, આચાર્યો, બીઆરસી, સીઆરસી કોર્ડીનેટર્સ, કેળવણી નિરીક્ષક વિગેરેને તાલિમ આપવામાં આવેલ છે.






આ- “વાંચવું” એ ખરેખર છે શું ??
કોઈ પણ કૌશલ્ય શીખવાના કેટલાક સ્ટેપ્સ હોય છે.
સાઈકલ આપણને સૌને યાદ છે – એક પગ વાંકો કરી ને ‘પગ પેન્ડલ’ પછી લાકડી પર’ અને ત્યારબાદ સીટ પરની સવારી ! વધુ મહાવરો થાય એટલે ડબલ સવારી ને કરતબ બતાવવા કેરિયર પર બેસી સાઇકલ સવારી !
વાંચનને કૌશલ્ય કહીએ છીએ !
એના માટે મૂળાક્ષરથી શરૂ કરવાથી માંડીને શબ્દ-પધ્ધતિ નો ઉપયોગ આપણે કરી ચુક્યા છીએ છતાં બધા બાળકો વાંચતા થઇ જ જાય એવી કોઈ ગેરંટી કોઈ શિક્ષક આપી શકતો નથી. અમે પણ નહિ – પીડા થઇ આવે જયારે બાળકો તેમની ઉમર મુજબનું વાંચન ના કરી શકે ત્યારે !
વાંચન ના આવડવાના કારણો વૈજ્ઞાનિક ઢબે શોધવા જોઈએ. કેટલાક કારણો –
૧. વાંચન એ કુદરતી ક્રિયા છે. તે બીજ-છોડ-વૃક્ષ એમ ફૂલેફાલે છે. અને આપણે તેને સ્ટ્રક્ચરમાં જોઈએ છીએ – એક એક ઈંટ મુકતા જઈએ અને વિચારીએ કે દીવાલ કેવડી થઇ. એવું બનતું નથી- કોણે ક્યા સમયે વાંચતા આવડી જાય ખબર પડતી નથી. જેમ છોડ ક્યારે મોટો થાય છે એ ચાલુ વર્તમાન કાળમાં – લાઈવ જોઈ શકાતો નથી. એ તો નિયમિત માપન અને તેની નોધથી ખબર પડે કે હા, આમાં તો ફેરફાર છે.

૨. વાંચન સામગ્રી શરૂઆતના તબક્કે બાળકે સાંભળેલી હોવી જોઈએ. જે બાળકોના વાતાવરણમાં એ શબ્દો ઓછા બોલાતા હોય તેવા શબ્દો એ વાંચી પણ શકતા નથી.

૩. જે બાળકો વસ્તુઓના ચિત્ર ઓળખી ભેદ પાડી શકતા નથી તેઓ વર્ણ ના ચિત્રો પણ ઓળખી ભેદ પારખી તે મુજબનો ઉચ્ચાર કરી શકતા નથી.

૪. કદાચ પહેલા કરતા આપણે શિક્ષક તરીકે વધુ અસહિષ્ણુ થઇ ગયા છીએ. કારણ જે પણ હોય તે આપણને તાત્કાલિક પરિણામ જોઈએ છે.

૫. થોડાક સમયમાં આપણે આપણી પધ્ધતિ બદલી નાખીએ છીએ. એકદમ નર્યું કંટાળાજનક વાંચવાનું આપીએ છીએ.

૬. વાંચન માટે બાળકોની વય ધ્યાનમાં રાખવાને બદલે તેની કઠીનતા ( આપણે નક્કી કરેલી) – એટલે કાના માત્ર વગરના શબ્દો જ પહેલા !! એવું ધ્યાનમાં રાખીએ છીએ.

૭. ના વાંચી શકનારા બાળકોને બીજી પ્રવૃતિઓમાં જોડાવાને બદલે આપણે તેમને માત્ર એ જ વાંચતા શીખ એવું કહી અલગ પાડીએ છીએ. જે તેને લઘુતાગ્રંથી તરફ દોરી જાય છે. બાકી જેને વાંચતા ના આવડે તેને ય કવિતા ગાતા તો આવડે જ પણ આપણે આગ્રહ રહીએ કે એને વાંચતા આવડે પછી જ ગાય.

૮. કેટલાક બાળકો ડીકસલેસીયા થી પીડાય છે. જે પ્રતિભાશાળી હોવા છતાં માત્ર વાંચન-લેખનમાં મુશ્કેલી અનુભવે છે. એમના કમનસીબે આપણી પાસે એમને સાચી રીતે ઓળખી કાઢવાના કોઈ હાથવગા ટૂલ્સ નથી.
આપ પણ આપના વિચારો જોડશો જ –