Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

પર્યાવરણ પ્રયોગશાળા

પર્યાવરણ પ્રયોગશાળા 

બાળક હંમેશાં તેની આસપાસના પર્યાવરણમાંથી અને તેની આસપાસના વ્યક્તિઓ પાસેથી શીખતો રહે છે... મિત્રો..શાળા બહાર સમાજ પાસેથી બાળક ઘણું બધું શીખે છે અથવા તો એમ કહી શકાય કે શાળા બહાર સમાજ બાળકને ઘણું શીખવે છે, પરંતુ આ રીતે આસપાસમાંથી મેળવેલ શિક્ષણને વ્યવસ્થિત અથવા કહીએ તો ક્રમાંકમાં કરવાનું કામ અને પૂર્તતા કરવાનું કામ આપણું એટલે કે શાળાઓનું છે. કારણ કે સમાજને બાળકના શિક્ષણની ક્ર્મીકતાનો ખ્યાલ હોતો નથી... જેમ કે ઘરે જયારે વાલી બાળકને  દુકાને કોઈ વસ્તુ  લેવા માટે મોકલે છે,ત્યારે બાળકને સમજાવે છે કે ૩ રૂપિયાની ૨૫૦ ગ્રામ મોરસ આવશે..જા...લઇ આવ.અને બીજી વખત વાલી બાળકને કહે કે ૧૫ રૂપિયાની ૧ કિલોગ્રામ અને  ૨૫૦ગ્રામ મોરસ આવશે જા લઇ આવ....આવા કિસ્સાઓમાં બાળક ૩ રૂપિયા અને ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે.....૧૫ રૂપિયા અને ૧ કિલોગ્રામ ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે પરંતુ ૩ માંથી ૧૫ થયા તો ૨૫૦ ગ્રામ માંથી ૧ કિલોગ્રામ અને ૨૫૦ ગ્રામ કેવી રીતે થઇ ગયા તે બાબતથી તે અજાણ હશે, ત્યારે આવી ક્રમીકતા અથવા તો પૂર્તતા કરવાનું કામ આપણું છે, મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા દરેક ધોરણોમાં ઘણા એકમો એવા સામાન્ય હોય છે કે તેમાં આપણને થાય કે અરે ! આમાં શું શીખવવાનું...આ તો આ બાળકોને ખબર જ હોય ને !!! આવું તો તેમની જાણમાં હોય જ ને...!!! બાળકો પણ કહે કે અરે આ તો હું જાણું છું...જેમ કે ઉચ્ચાલનના પ્રકારની જાણકારી આપતાં પહેલાં જો તમે બાળકોને પૂછો કે ચાની ભરેલી તપેલીને ઊંચકવા આપણે સાણસીનો ઉપયોગ કેમ કરીએ છીએ...?? તો બાળકો તરત જ જવાબ આપશે કે સહેલાઈથી ઊંચકી શકાય તે માટે... એટલે કે બાળક આટલે સુધી તો જાણે જ છે...એનો અર્થ એ થયો કે સમાજે/આસપાસના પર્યાવરણે તેને આટલું તો શીખવ્યું છે/શીખ્યો છે.પરંતુ જો તમે બાળકોને પૂરક બીજો પ્રશ્ન કરશો કે સાણસીથી તપેલી સહેલાઈથી કેમ ઊંચકી શકાય છે...?..ત્યારે..???ત્યારે તે વિશેની માહિતીની પૂર્તતા કરી બાળકને સંપૂર્ણ માહિતી-સભર કરવાનું કામ શાળાએ કરવાનું છે. બાળકોને આવી જ માહિતી આપતો એક એકમ “જમીનને જાણીએ” ની જયારે મેં શરૂઆત કરતાં પ્રશ્ન પૂછ્યો કે જમીન શાની બનેલી છે??? ત્યારે તમામ બાળકોએ બસ આ જ રીતે બૂમાબૂમ કરી મૂકી કે “અરે...આ તો હું જાણું છું...આ તો બધું મને આવડે છે..” પંરતુ બાળકોને જયારે મેં કહ્યું કે આ માટીના ઢેફામાં પાણી છે,મને કોણ બતાવશે ત્યારે બાળકોના ચહેરા કેવા નવાઈ-યુક્ત હતા, જોવા હોય તો ચાલો જોઈએ...