Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

SPORTS DAY

ખેલ મહાકુંભ તાલુકા કક્ષા ખો-ખો કુમાર નો પ્રથમ નંબર -૨૦૨૩-૨૪



હૉકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના સન્માનમાં તેમની જન્મજયંતીએ સ્મરણાંજલિ સ્વરૂપે મનાવાતો દિવસ એટલે 'રાષ્ટ્રીય રમતગમત દિવસ'. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકો-સિસ્ટમને વધુ વ્યાપક બનાવી યુવાધનને રમતગમત તરફ પ્રેરિત કરવા પ્રતિબદ્ધ છે . આવો, માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ ‘ખેલે તે ખીલે’ ના સૂત્ર સાથે રમતગમતને 'વે ઓફ લાઈફ' બનાવીએ.
#NationalSportsDay

     

             અહેવાલ લેખન                                                                                આજરોજ તા-૨૯-૦૮-૨૦૨૩ ના  દિવસે શ્રી તેલાવ પ્રા .શાળા માં રાષ્ટ્રીય રમત દિવસ નું  આયોજન કરવામાં આવ્યું હતું .અને આ સ્પર્ધાનું સફળ,સુંદર અને સારી રીતે સંચાલન શાળા ના શિક્ષક શ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.                                                                     આપણા દેશમાં દર વર્ષે ૨૯  ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ મનાવવાનું કારણ એ છે કે આ દિવસે આપણા દેશના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ આવે છે. મેજર ધ્યાનચંદે રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આપણા દેશનું નામ ખૂબ રોશન કર્યું છે, તેથી જ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમામ શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત અકાદમીઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિધાર્થીઓને આપણા જીવનમાં રમતગમતના મહત્વથી પરીચીત કરવામાં આવે છે. આ સાથે આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણે આપણા દેશના યુવાનોને રમત-ગમતને તેમની કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકીએ અને તેમનામાં એવી ભાવના પેદા કરી શકીએ કે તેઓ પોતાની રમતના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પોતાની તો પ્રગતિ કરી શકે છે, સાથે સાથે તેઓ તેમના સારા રમતગમતના પ્રદર્શનથી દેશનું નામ રોશન કરશે અને રાષ્ટ્રીય ગૌરવ પણ વધારશે.

       આ સ્પર્ધામાં ધોરણ-૧ થી ૮  ના બધા બાળકો એ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ્ભરે ભાગ લીધો હતો. વિદ્યાર્થીની રસ,રુચીને ધ્યાન માં રાખીને સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું

        આ સ્પર્ધામાં ધોરણ-૧ થી ૮  ના ૫૦૦ જેટલા બાળકોએ આનંદ તેમજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો  હતો.સૌ પ્રથમ બાળકોની મરજી ને ધ્યાન માં રાખીને ૩૦ મીટર દોડ  નું આયોજન કરવા માં આવ્યું
      દોડ ની સૌ પ્રથમ શરૂઆત શાળા ના શિક્ષકમિત્રો ધ્વારા  કરવામાં આવી હતી.જેનાથી બાળકો માં ઉત્સાહની ના લહર દોડી હતી 

                ખેલે  સાણંદ હોકીના લીજેન્ડ મેજર ધ્યાનચંદની યાદમા સાણંદ તાલુકામાં 29મી ઓગષ્ટે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાયો હતો જેમાં સાણંદ તાલુકાની 109 શાળાના કુલ 27434 વિદ્યાર્થીઓએ સ્પર્ધામા ભાગ લઈ નેશનલ સ્પોર્ટસ ડે ને સફળ બનાવ્યો હતો. સાણંદ તાલુકામાં ગોધાવી સ્થિત સંસ્કારધામ દ્વારા તાલુકાના દરેક વિદ્યાર્થીઓ અને દરેક ગામ રમતગમત ક્ષેત્રે ભાગ લેતા થાય તે માટે વિચારણા કરી નેશનલ સ્પોર્ટસ ડેના દિવસે "ખેલે સાણંદ" યોજના શરૂ કરાઈ અને વર્ષ દરમ્યાન સાણંદ તાલુકામા રમતગમતનો માહોલ વર્ષ દરમ્યાન રહે તે માટે "ખેલે સાણંદ" યોજના અંતર્ગત સાણંદ તાલુકાના 69 ગામોમાં રમતગમતના તાલીમ સેન્ટર બનાવી તાલુકાના રમતવીરો માટે વિવિધ સ્પર્ધાઓના આયોજન કરા શે જેના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં સાણંદ તાલુકાને રમતગમત ક્ષેત્રે ગતીશીલ બનાવવાના આશયથી સાણંદ તાલુકાના સ્પોર્ટસ હાઈ પર્ફોમન્સ સેન્ટર તરીકે સંસ્કારધામ દ્વારા આયોજીત નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણીમા સાણંદ તાલુકાની 109 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે 30 મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ તથા ધોરણ 6 થી 8 માટે 50 મીટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધા યોજાઈ જેમાં શાળા કક્ષાની સ્પર્ધામાં સાણંદ તાલુકાની પ્રાથમિક શાળાઓના કુલ 27434 ખેલાડીએ ભાગ લીધો હતો.