વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો અભિયાન સફળ કર્યા બાદ હવે સ્વસ્થ, ભારત નિર્માણની નેમ સાથે 'ફીટ ઇન્ડિયા' મુવમેન્ટ શરૂ કરવાનું નકકી કર્યું આજ રોજ તા. ર૯મીએ નવી દિલ્હી ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડીયમ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. લોકો યોગ, કસરત અને પોષણક્ષમ આહાર તરફ પૂરતું ધ્યાન આપે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું.વડાપ્રધાન ફીટ ઇન્ડિયા માટે સંકલ્પ લેવડાવ્યા . અત્રે ની તેલાવ પ્રાથમિક શાળા માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ શાળા ના શિક્ષક શ્રી દિલીપભાઈ પી પંચાલ ધ્વારા આ કાર્યક્રમ થી બાળકો ને અભિમુખ કરવામાં આવ્યા ત્યારબાદ તેઓશ્રી ધ્વારા યોગ કરાવવામાં આવ્યા