Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

PRE VOCATIONAL PROGRAMM

          10 BAG LESS DAYS   



            
         ગુજરાત શિક્ષણ વિભાગ,સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન (બેગલેસ)” અંતર્ગત વર્ષ- 2022-23મા નવી શિક્ષણ નીતિ-2020ની જોગવાઇ મુજબ ધોરણ-6થી 8ના વિધાર્થીઓ માટે પ્રિ.વોકેશનલ એજ્યુકેશન (બેગલેસ)” શરૂ થઇ છે.  અમદાવાદ જિલ્લામાં તેલાવ પ્રાથમિક  શાળામા આ કાર્યક્રમ શરૂ થયો છે.



જે  કાર્યકમનો હેતુ પૂરા શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિધાર્થીઓ 10 દિવસ શાળાએ દફતર વિના આવશે અને શૈક્ષણિક પ્રવાસો, કૃષિ ફાર્મ, ડેરીઉધોગ, આઇ.ટી.આઈ, વિશિષ્ટ સંસ્થાઓ, કુશળ કારીગરો, સુથાર માળી, કડિયા અને દરજી દ્વારા શાળાની મુલાકાત દ્વારા વિધાર્થીઓ વિવિધ વ્યવસાયોથી પરિચિત થશે. સરકારના આ આયોજનનુ અમલીકરણ હાલ તેલાવ પ્રાથમિક શાળા માં  કરવામાં આવ્યું છે.

      શાળાના આચાર્ય અને શિક્ષકોની મદદથી વિધાથીઓને તેલાવ  ડેરી ઉધોગ,આઇ.ટી.આઇ, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતની મુલાકાત, તેલાવ  પોસ્ટ ઓફિસ મુલાકાતથી વિધાર્થીઓને પોતાની કારકિર્દીમાં ઉપયોગી થાય તેવી માહિતી મળતા વિધાર્થીઓ રસપ્રદ જણાયા હતા. વળી તેલાવ ગામમાં  આવેલ રમણભાઈ  પ્રજાપતિ દ્વારા માટીકામ દ્વારા માટીના વાસણો બનાવી વિધાર્થીઓને આ ક્ષેત્રમાં રહેલી રોજગારીની તકો વિશે સમજ આપી હતી.આ કાર્યકમને સફળ બનાવવા ધોરણ-6થી 8ના શિક્ષકોએ ખુબ મહેનત કરી હતી. સમગ્ર કાર્યકમ સાણંદ  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિકુંજભાઈ પટેલ સાહેબ  દ્વારા માર્ગદશિત રહ્યો હતો. જેમાં સરકારના આ કાર્યક્રમનું અમલીકરણ આવતા વર્ષે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં થનારૂ છે.












































પોસ્ટ ઓફીસ ની મુલાકાત



ઇંટો ના ભાઠા ની મુલાકાત






















ફાયરસ્ટેશન ની મુલાકાત








                                પોલીસ સ્ટેશન  ની મુલાકાત




નરેન્દ મોદી સ્ટેડિયમ ની મુલાકાત



મેટ્રો સ્ટેશન  ની મુલાકાત