Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ખેલે સાણંદ

 અમદાવાદઃ સાણંદ ના તેલાવ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’નો  (Khele Sanand Sports League) તેલાવ પ્રાથમિક શાળા માં ઝોન કક્ષા નો કાર્યક્રમ યોજાયો . તાલુકા વિકાસ અધિકારી શ્રી બારોટ સાહેબ ,ખેલે સાણંદ ના ડાયરેક્ટ શ્રી ભરતજી ઠાકોર ,તેલાવ ગામના સરપંચ શ્રી બુધાજી ચૌહાણ , તાલુકા સદસ્ય શ્રી વિક્રમભાઈ ઠાકોર ,ધ્વારા આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ,  

આજના ડિજિટલ યુગમાં બાળકોમાં આઉટડોર ગેમ પ્રત્યે રુચિ વધે અને સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે હેતુથી આ પ્રકારની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન અનિવાર્ય છે.

ખેલે સાણંદ ના ડાયરેક્ટ શ્રી ભરતજી ઠાકોર સાહેબે જણાવ્યું  કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનો ગુજરાતનો નિર્ધાર છે, ત્યારે યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું ગૌરવ વધારે તે માટે પણ આવા સ્પોર્ટ્સ કાર્યક્રમ મહત્ત્વની ભૂમિકા ભજવશે.