Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

ગાંધી જયંતિ

                          ગાંધી જયંતિ                                       

 
  આજ રોજ ૨ ઓકટોબર ૨૦૧૮ ને મંગળવારના રોજ અત્રેની શાળામાં ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે સવારે શાળામાંથી બાળકોની રેલીનું આયોજન કરવામાં આવ્યું શાળા નાં શિક્ષકો અને બાળકો દ્વારા ગાંધીજીના અને સ્વચ્છતાના સુત્રોચાર કરવામાં આવ્યા  ગામના અન્ય લોકોને પણ રેલીમાં જોડવામાં આવ્યા . ગામમાં સૌને સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી. ત્યાર બાદ શાળામાં બાળકોને દરરોજ થતી પ્રાર્થના માંસર્વ ધર્મ પ્રાર્થના  કરાવવામાં આવી. પ્રાર્થના માં ગાંધીજીની કવિતા ગવડાવવામાં આવી.          બાળકોને ગાંધીજી જન્મ જયંતી વિષે ગાંધીજીની વિશેષ  વાતો કરવામાં આવી.

 શાળામાં “ગાાંધીજીના વિચારો” નું વાંચન કરાવવામાં આવ્યું 



                     રાષ્ટ્રપિતા  મહાત્મા ગાધીજીના જીવનમૂલ્યો - નવ વિચારો, એમણે જયાં જયાં રહીને કાયો કર્યા  એ સ્થળો, એમના સ્મરણો જયાં સચવાયા એ મ્યુઝિયમો  આ બધુજ આજે પણ સાવ નાના બાળકથી લઈને વૃધ સુધીના બધાજ માટે  જ પ્રેરક બની રહ્યું છે  ગાંધી વિચારો ને ક્યારેય સમયની કે ભૂગોળ ની  સરહદ નડી નથી. ગાંધીજી આજે પણ દેશવિદેશ ની નવી પેઢી માટે એટલા જ પ્રસ્તૃત  છે એનો ખ્યાલ આજે પણ એમના વિશે જાણકારી મેળવી રહેલા કિશોરો યુવાનો ને મળીએ ત્યારે આવે છે. . ગાંધીજીના નવ વિચારો ના  વાચંન બાદ ગાંધીજીના ગીતો અને ભજનો ગવડાવવામાં આવ્યા બાળકોએ ઉત્સાહભેર ગાંધીજીના ગીતો ગાયા. શાળામાં બાળકોને ગાંધીજી ની ટૂંકી ફિલ્મ  પણ બતાવવામાં આવી. જેમાં મહાત્મા ગાંધીજી નાં પ્રારંભિક જીવન, ગાંધીજીએ કરેલા સત્યાગ્રહો તેમનેસાઉથ આકિકામાં કરેલ સત્યાગ્રહ અંદોલન, ગાંધીજીની પત્ની અને તેમના સંતાનો , ગાંધીજીની સ્પીચ, ગાંધીજીની સરદાર વલ્લભભાઇ તથા અન્ય જાણીતા લોકો સાથેની મુલાકાત  વગેરે વીડીઓ  દ્વારા બાળકોનેબતાવવામાં આવ્યું   આમ ૨ ઓક્ટોમ્બર ૨૦૧૮ ના દિવસે સે બાળકોને ગાંધીજી અનેતેમના નવવિચારોની બાળકોનેસંપૂર્ણ  સમજ આપવાનો પ્રયાસ શાળાના શિક્ષકોએ  કયો.                    



 કલા મહોત્સવ માં સી. આર.સી કક્ષાએ પ્રથમ નંબર મેળવતી મુશકાન અકબરઅલી મોમીન

                       ૪ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે શાળા કક્ષાએ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું  જેમાં ચિત્ર સ્પર્ધા ,કાવ્ય લેખન  ,વક્તૃત્વ સ્પર્ધા  .નિબંધલેખન વગેરે સ્પર્ધા નું આયોજન શાળા કક્ષાએ કરવામાં જેમાં વિજેતા બાળકો ને શાળા કક્ષાએ ઇનામ આપવામાં આવ્યા   તથા વિજેતા બાળકો સી.આર.સી કક્ષાએ ભાગ લેવા ગયા અને તેમાં પણ વિજેતા બાળકો ને સી.આર.સી  કો. શ્રી હેમલબેન દવે તરફ થી ઇનામ આપવામાં આવ્યા.


સરદાર જયંતિ