Dropdown Code

ચાલતી પટ્ટી

"તેલાવ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરેછે. .-શાળા પરિવાર "

10 August 2019

STEM LABORATORY


પ્રાદેશિક માહિતી  કચેરી,અમદાવાદ

ગવર્મેન્ટ પૉલિટૅકનિક કૅમ્પસ,

આંબાવાડી, અમદાવાદ – 15

ફોન : 079-26301148

-મેલ : samacharabd@gmail.com 

તારીખ :   ૨૩/૦૬/૨૦૨૨                                             સમાચાર સંખ્યા- ૯૪૯

 

ગુજરાતમાં સૌ પ્રથમ અમદાવાદના સાણંદ તાલુકાના                                             તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં STEM LABORATORY નું નિર્માણ

*******

વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને મળ્યું સંશોધનાત્મક વાતાવરણ

*********

પ્રાઈવેટ એજ્યુકેશનલ કન્સેપ્ટ સરકારી શાળામાં સફળ

******** 

(આલેખન:- મનીષા પ્રધાન)

અત્યારનું જીવન શિક્ષણ, ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે. સમગ્ર જીવનના ઘડતરનો પાયો પ્રાથમિક શિક્ષણ છે. જે માનવીના જીવનને ઘડે છે અને ભવિષ્યની ઇમારતને બુલંદ કરે છે. માનવજીવનનું કેન્દ્રબિન્દુ શિક્ષણ છે અને સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ માનવ છે. તેથી શિક્ષણ કેટલું મહત્વનું તત્વ છે એ સમજી શકાય તેમ છે. કેળવણીની વ્યાખ્યા કરતાં એક ચિંતકે કહ્યું છે, ‘રોટલો કેવી રીતે રળવો તે શીખવે તેનું નામ શિક્ષણ અને રોટલાના દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તે શીખવે તેનું નામ કેળવણી.

  ‘’શિક્ષક કભી સાધારણ નથી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ’’ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે તેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિજયભાઇ પટેલ.

        અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વર્ષ- ૨૦૧૨માં જોડાયેલા શ્રી વિજયભાઇ પટેલને શાળા અને વિદ્યાર્થીઓ માટે કંઇક નવું ઇનોવેટીવ કરવાનો વિચાર સુઝ્યો અને ગમ્મત સાથે જ્ઞાનનો વૈજ્ઞાનિક અભિગમ થાય તે હેતુથી અહીં સ્ટીમ લેબોરેટરી બનાવવાનો નિર્ણય કર્યો. . STEM LABORATORY એ પ્રોજેક્ટ આધારિત, હેન્ડ-ઓન લર્નિંગ સોલ્યુશન છે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.

વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવીને આગળ વધી શકે તેવા ઉમદા આશયથી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવની આદર્શ પ્રાથમિક શાળામાં એક અનોખી લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલી સ્ટીમ લેબોરેટરીથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયક પ્રયોગો કરીને શીખવાનું એક નવું વાતાવરણ ઊભું થયું છે. આ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ કન્સેપ્ટ છે જે પ્રાથમિક શાળાના આચાર્યોની સક્રિયતા અને સામાજિક સંસ્થાઓના સહયોગથી એક સરકારી શાળામાં સાકાર થયો છે.

તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ વિજ્ઞાનના મૂળભૂત વિચારને ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયને સંયુકત રીતે આવરી લે છે. તેનો અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને વધારવા માટેનું ટેકનોલોજીકલ પરિબળ સાબિત થાય છે.

તેલાવ પ્રાથમિક શાળામાં બનેલી સ્ટીમ લેબોરેટરી એક મીની સાયન્સ સેન્ટર છે જેનો લાભ આજુબાજુની તમામ શાળાઓના બાળકો પણ લઈ રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી વિજયભાઇ પટેલ જણાવે છે કે કોઇપણ વિદ્યાર્થીઓ અમારી આ લેબમાં આવી જુદા જુદા પ્રયોગો જાતે કરી શકશે અને શીખી શકે છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે અને નવા નવા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. વિજ્ઞાનના ત્રણ વિભાગો વિદ્યાર્થીઓને પ્રયોગ પ્રવૃત્તિ કરવા માટેની તક પૂરી પાડે છે. SKIIL STEM  એટલે બાળકોને પાઠયપુસ્તકની અંદર રહેલું જ્ઞાન વર્ગખંડની બહાર મળે છે.     

તેલાવ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ STEM LABORATORY (પ્રયોગશાળા) વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે તથા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી રહી છે. જેને સ્વૈચ્છિક સંસ્થા YUVA UNSTOPABLE  અને CURIO BOX નો સહયોગ મળ્યો છે.

શાળાના આચાર્ય શ્રી વિજયભાઇ પટેલ વધુમાં ઉમેરે છે કે અમારી શાળાના પ્રયોગશાળામાં કીમતી ઉપકરણો માત્ર દેખાવ માટેના જ નથી પરંતુ આ પ્રયોગશાળાઓમાં અભ્યાસક્રમ સિવાયના પ્રયોગો કરવા માટે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે તેમ ઉમેરતા આચાર્ય શ્રી વિજયભાઇ જણાવે છે કે પ્રયોગ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને નવીન પ્રયોગો આપી તેમની કસોટી કરવામાં આવે છે અને બાળકોને મુંઝવતા પ્રશ્નોનું શિક્ષકો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અમારી પ્રયોગશાળા એવું સ્થળ છે, જ્યાં વિદ્યાર્થીઓની તીવ્ર જિજ્ઞાસા સંતોષવામાં આવે છે.

        SKIIL STEM - વિજ્ઞાનના મૂળભૂત વિચારમાં ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતનો સમન્વય થાય છે. આ લેબની સ્થાપના પાછળનો મૂળ વિચાર વિદ્યાર્થીઓને મુખ્ય STEM ખ્યાલોના હેન્ડ-ઓન પ્રોજેક્ટ-આધારિત શિક્ષણને અમલમાં મૂકવા માટે જરૂરી સાધનો પૂરા પાડવાનો છે. STEM ટિંકરિંગ અને ઇનોવેશન લેબ એટીએલ દ્વારા પ્રેરિત છે. અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને વધારવા માટે છે.

તેલાવની પ્રાથમિક શાળામાં આ ઉપરાંત ડિઝિટલ લાયબ્રેરી, સ્વચ્છતા અંગેના પ્રકલ્પો, ટોયઝ બેન્ક જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. શાળાના આચાર્યશ્રી વિજયભાઇ પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તો વળી શ્રેષ્ઠ ઇનોવેટીવ આચાર્ય તરીકે જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે.ઉપરા6ટ તેલાવ શાળાનું પણ સૌથી સ્વચ્છ શાળા તરીકે સન્માન થયું છે. શાળામાં દાતાના સહયોગથી આધુનિક કોમ્પ્યુટર લેબ જેમાં ૧૨ કોમ્પ્યુટર, ૨ લેપટોપ, ૧ ટીવી પણ વિદ્યાર્થીઓ માટે  મુકવામાં આવ્યા છે.

ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વિદ્યાર્થીઓએ પણ એકવાર તેલાવ જઈને આ લેબોરેટરીની અચૂક મુલાકાત લેવી જોઇએ.

 

************* 








ભાસ્કર વિશેષ:
ગુજરાતમાં સૌ પ્રથમ સાણંદના તેલાવ ગામની પ્રાથમિક શાળામાં સ્ટેમ લેબોરેટરીનું નિર્માણ

વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મીલાવે તે હેતુથી નિર્માણ

વિશ્વ વિજ્ઞાન દિવસ રવિવારે ઉજવાઈ ગયો ત્યારે વાત કરવી છે સાણંદની એવી શાળાની જેના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે કદમ મિલાવે તે હેતુથી અહીં અનોખી લેબોરેટરીનું નિર્માણ કરાયું છે. સાણંદ તાલુકાની તેલાવ પ્રા શાળામાં નિર્માણ પામેલી સ્ટેમ લેબોરેટરીથી શીખવાનું વાતાવરણ ઊભું થાય છે. આ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ કન્સેપટ છે જે શાળાના આચાર્યની સક્રિયતા અને એનજીઓના સહયોગથી સરકારી શાળામાં સાકાર થયો છે.

વિજ્ઞાનના મૂળભૂત વિચારને સ્વીકારે છે અને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત જેવા વિષય આવરી લૅ છે.તેલાવ પ્રા શાળાના ઇનોવેટીવ આચાર્ય વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ STEM ટિંકરિંગ અને ઇનોવેશન લેબ એટીએલ દ્વારા પ્રેરિત છે. અભ્યાસક્રમ અને પ્રોજેક્ટ વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને સમસ્યા હલ કરવાની ક્ષમતાને વધારવા માટે છે.

આ લેબ એક મીની સાયન્સ સેન્ટર છે. જેનો લાભ આજુબાજુની તમામ શાળાઓના બાળકો લઇ શકશે જે અમારી આ લેબમાં આવી જુદાજુદા પ્રયોગો જાતે કરી શકશે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પ્રયોગ કરવા માટે તથા સંશોધનો કરવા માટેનું સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડશે. વિજ્ઞાનના ત્રણ વિભાગો વિદ્યાર્થીઓને પ્રયોગ પ્રવૃત્તિ કરવા માટેની તક આપશે અમારી શાળાના પ્રયોગશાળાના કિમતી ઉપકરણો માત્ર દેખાવ માટેના જ નથી, પરંતુ આ પ્રયોગશાળાઓમાં અભ્યાસક્રમ સિવાયના પ્રયોગો કરવા માટે પણ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન મળે છે.

​​​​​​​પ્રયોગશાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને નવીન પ્રયોગો આપી તેમની કસોટી કરશે તથા માર્ગદર્શન પૂરું પાડશે. પ્રયોગશાળા એવું સ્થળ છે, જ્યાં વિદ્યાર્થીઓની તીવ્ર જિજ્ઞાસા સંતોષવામાં આવશે. સ્ટેમ લેબોરેટરી ના નિર્માણ માં યુવા અનસ્ટોપેબલ અને ક્યૂરિઓ બોક્ષ સંસ્થાનો ખુબજ સહયોગ મળ્યો છે.







બાળક - :  પહેલી અજાયબી  !!!





બાળકોની દુનિયા અજબ છેઆમ જોઈએ તો બાળકો પોતે  અજબ છેસાત અજાયબીઓની ગણતરી બાળક પછીથી શરૂ કરી હશે.

દરેક વ્યક્તિ માટે પોતાનું બાળપણ યાદગાર હોય છેએનું કારણ કે તેમાં સમસ્યાઓની યાદ ઓછી પરંતુ સમસ્યાઓને દૂર કરવા મથામણોની યાદો વધુ સમાયેલી હોય છેમજાથી મુશ્કેલીઓ દૂર કરતાં એટલે કઈ વેઠવું પડ્યું એવું લાગતું  નહીં.  સાચું કહીએ તો મોટાં થયાં ત્યારે ખબર પડી કે “અત્યારે મળી રહી છે  સુવિધાઓ સમયે નહોતી મળતી એને અગવડ કહેવાય બધુ થવાનું કારણ મનની અવસ્થા !

એવું પણ નહોતું કે મગજ બધુ ખાલી ખાલી  હતુંજાણકારી રૂપી જ્ઞાન તો તે સમયે પણ એટલું  હતું જેટલું શાળામાં જોડાયા ત્યારે હતુંવિજ્ઞાનની જાણકારી વિના પણ લાકડાની ગાડી અને બળદગાડું બનાવતાં અને ફેરવતાંમમ્મી પપ્પા અને ઘર - આંગણું સિવાય પર્યાવરણ જેવુ પણ હોય  નહોતા શીખ્યાત્યારથી ઝાડની ડાળીઓ પર ઝૂલતા અને પાંદળાઓના ચશ્મા બનાવતાઘર ઘર રમતાં અને તેમાં  પાંદડાની શાકભાજી અને રોટલીઓ  બનતી ! કઈ ઋતુમાં કયા ફળ પાડવા ખેતરમાં જવાનું - તે પણ ખબર હતી

    બાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયા શરૂ થતાં  કોણ જાણે શું થયું કે પેપરમાં    આવડયું કે જે બાળક તરીકે આવડતું હતું ! શિયાળામાં કયા કયા ફળ પાકે  ભુલાઈ ગયું…!!

અહીં જે શબ્દ વાપર્યો છે “બાળકમાંથી વિદ્યાર્થી બનાવવાની પ્રક્રિયા” તે પર જો આપણે ધ્યાન આપીએ તો આપણા વર્ગખંડોની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે તેમ છેજેમ કે દુકાનેથી સામાન ખરીદતો બાળક અને વ્યવહારિક દાખલા ગણતો વિદ્યાર્થી – વ્યક્તિ ભલે એક હોય છે ગણન ક્ષમતા અલગ અલગ થઈ જાય છેપોતાની બહેનપણી પૂનમ વિશે લખતી દર્શના અને “ મારો પ્રિય મિત્ર” નિબંધ લખતી દર્શના વચ્ચેની  લેખન અંગેની સમજણ અલગ અલગ બની જાય છેવર્ગખંડોની પ્રક્રિયામાં એવી તો કઈ એરર ઉદ્દભવે છે કે બાળકોની સમજણ અને ક્ષમતાઓ બે અલગ અલગ પ્રકારની થાય છે ?

આમાં ફક્ત વર્ગખંડની બાજુ વાંક નથીસમાજ સામે પણ પ્રશ્ન છેશાળાએ પ્રવેશ કરાવતાં પહેલાં અને પ્રવેશતાં  – શાળા પ્રવેશ દ્વારની અંદર અને બાહર -  બંને બાજુથી બૂમો પડતી હોય છે. - ભણવું પડશેલેશન કરવું પડશેવાંચવું પડશે, [ ફરજિયાત ] શીખવું  પડશે -  એવો તો મારો ચાલતો હોય છે કે બાળકને ખ્યાલ આવી જાય કે હવે હું - હું નથી રહ્યો અને મારુ જ્ઞાન - જ્ઞાન નથી રહ્યું.

અને એટલે  તો દાદાએ કહેલી વાર્તા યાદ રાખી મિત્રોને સંભળાવતો બાળક વિદ્યાર્થી બનીને શિક્ષકે કહેલાં મારી શાળા નિબંધના પાંચ વાક્યો યાદ કરી નથી બોલી શકતોમોટાભાઇ બહેન પાસેથી પેન પેન્સિલ ખૂંચવી ખૂંચવી ઘૂંટતો બાળક – આપણો  વિદ્યાર્થી બને ત્યારે લેશન કરાવવામાં આપણા મોર બોલી જાય છે.

પ્રક્રિયામાં કઈ જગ્યાએ એરર છે તે શોધવી રહીઅને સુધારવી રહી ! અને તેના માટેનો ઉપાય દેખાઈ રહ્યો છે કે બાળકને બાળક બનાવી રાખીએ અને તે માટે શું કરવું તે શીખવા આપણે સૌ વિદ્યાર્થી બનીએ ! 

*નવાવર્ષની શુભેચ્છાઓ સહ*

બાળકો કુતુહલ સભર હોય છે, બાળકો જિજ્ઞાસુ હોય છે – આપણા શૈક્ષણિક વક્તવ્યમાં શણગાર બનતું આ વાક્ય શિક્ષક તરીકે અથવા તો વાલી તરીકે આપણે સ્વીકાર્યું છે ખરું ? તેનું એક ઉદાહરણ આપું...એક બાળકના વાલી તરીકે વિચારો કે તમે બાળકો સાથે બેસી વાતો કરી હોય તેવો સમય દિવસમાં કેટલો ? બે પાંચ કે પંદર મિનીટ ! આપણું મન ત્યાંથી જ ભરાઈ જતું હોય છે ! જયારે શિક્ષક તરીકે હોઈએ  અને વર્ગખંડની જો વાત કરીએ તો પણ બાળકો સાથે સંવાદનું અસ્તિત્વ ૩૫ કે ૪૫ મીનીટના તાસમાં બે ચાર મિનિટ  બાકીનો સમય તો એક તરફી માહિતી પીરસવામાં જ પૂરો થઇ જતો હોય છે. આપણે એ વાતથી સતત અજાણ છીએ કે બાળકોની કુતુહલતા સંતોષવાથી જ બાળકમાં નવી જિજ્ઞાસા પેદા થાય છે! અને શિક્ષણકાર્યની સફળતા માટે આ એક અનિવાર્યતા છે કે શીખનારમાં જિજ્ઞાસા સતત પ્રજ્જવલિત રહેવી જોઈએ. તે એક અગનગોલા જેવી છે.  જો તમે બાળકોની જિજ્ઞાસાઓ સંતોષતા નથી તો તે આગની જેમ સમી જાય છે. બાળકની વૃત્તિ ઉપર “આપણે જાણવું પણ નથી અને શીખવું પણ નથી” - વાળી નકારાત્મકતાની રાખનું પડ ચઢી જાય છે. આવા પડ સાથે મોટો થયેલો વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં સીમિત બની રહે છે. માટે જ પ્રથમ તો એ જ કે બાળપણથી જ બાળકો સાથે થયેલ વાતો અને તે વાતો દ્વારા સંતોષાયેલ જિજ્ઞાસા બાળકોમાં જાણવાની વૃત્તિને વધુ સતેજ બનાવે છે, જે તેને આગામી જીવન પર્યંત દરેક ક્ષેત્રમાં નવું નવું શીખવા પ્રેરે છે. પછી તો  કહેવત છે ને કે જે જિંદગીભર શીખતો રહે છે તે નિષ્ફળ થાય જ નહિ !
👉હવે જે લોકો પોતાના બાળકો સાથે સંવાદ કરવાનો  દાવો કરે છે તેમના માટે - ભાગ ૨
બાળકો સાથે બાળપણમાં સંવાદ કરતાં આપણે સૌને -  પહેલો પ્રશ્ન એ કે આપણે બાળકો સાથે સંવાદ કરતી વખતે કઈ બાબતો  ધ્યાને લઈએ છીએ? તો મોટાભાગનાનો જવાબ હશે ઉંમર અને કેટલાંકનો જવાબ ઉંમર અને વિષય ! આપણે વિચારીશું તો ખ્યાલ આવશે કે બાળકો સાથે સંવાદ કરવા માટેના આપણે વિષયો નક્કી કરી રાખ્યા હોય છે . અથવા તો કહું તો એક વૈચારિક બ્લોક બનાવી દીધો હોય છે. ચાર વર્ષનું બાળક મળે તો તરત છોટા ભીમ ની વાતો કરવા લાગી જઈએ અને આપણી આપણા મિત્રો સાથેની ચંદ્રયાનની ચર્ચા સાંભળી તે જ બાળક કંઈક પૂછે તો – [ ક્યારેક ] તને ખબર ન પડે તેવું કહી તે વાતને ટાળતા હોઈએ છીએ. તેનું મુખ્ય કારણ તે આપણે બાળકો સાથે સંવાદના નક્કી કરેલ બ્લોક છે. તે જ સમયે ચંદ્રયાન તેને ખબર પડે કે ન પડે તે વિષય ધ્યાને લીધા વિના જો તેની જીજ્ઞાસા માટે ચંદ્રયાનની માહિતી તેની સમજ મુજબની ભાષામાં પૂરી પાડવામાં આવે તો જ તેની તેવા વિષયો બાબતની સમજ બનતી જશે. માટે જ બાળકો સાથે સંવાદ કરો ત્યારે બાળકોની જ એ ગીતની પંક્તિઓ સતત મનમાં ગાતા રહો – તું નાનો , હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો !
     માટે જ સાર એ જ કે બાળકો સાથે સતત સંવાદ કરો – અને સાર બે -  નાના બાળકો સાથે સંવાદ માટેના માનસ બ્લોક દુર કરી બાળકો સાથે વાતો કરો ! પરિણામ તમારે જોવું હોય તો અમારી પાસે એક નમૂનો  છે –  નમૂનો એટલે કે ઉદાહરણ [ જો કે વિડીયો જોયા પછી તમને પણ થશે કે ખરેખર આ નમૂનો જ છે🤣😂 ]